અંતિમ વળાંક - 18

(37)
  • 3.9k
  • 2
  • 1.7k

અંતિમ વળાંક પ્રકરણ ૧૮ પરમાનંદે જયારે કહ્યું મારા જીવનનો મહત્વનો વળાંક તો હવે આવે છે ત્યારે ઇશાનની આંખમાં વિસ્મયનો દરિયો હતો. પરમાનંદે વાત આગળ ધપાવી. ત્રણેક વર્ષ પહેલાંઆશ્રમમાં એક ભગવાધારી યુવાન આવ્યો હતો. અઢારેક વર્ષના એ યુવાનનું શરીર તાવથી ધગધગતું હતું. પરમાનંદે પૂછયું હતું.. ”વત્સ, શું નામ છે તારું ?” “બાપુ, મારું નામ કિશન છે. સંસાર છોડીને ઈશ્વરની શોધમાં નીકળેલો મુસાફર છું”. “મૂળ ક્યા ગામનો ?” “બાપુ, નદીનું મૂળ અને સાધુનું કુળ જ્ઞાનીઓ ક્યારેય પૂછતાં નથી”. કિશનના જવાબથી પરમાનંદ પ્રભાવિત થયા હતા માત્ર એટલું જ નહિ પણ તે યુવાન પ્રત્યે તેમને સ્નેહભાવ જાગ્યો હતો. પરમાનંદે દેશી ઓસડીયા આપીને માત્ર બે