દરિયાના દેશમાં

  • 5.3k
  • 1
  • 1.5k

લહેરખી * વિષ્ણુ ભાલિયા ---------------------- દરિયાના દેશમાં -------------- ક્ષિતિજ પાછળથી કોઈ દરિયાને ઘકેલતું હોય એમ ઘૂમરી લેતાં ખારાં પાણી ખાડીમાં ચોમેર ફરી વળ્યાં. મહેતાસાહેબ વર્ગખંડની ઉઘાડી બારીમાંથી આ વીળનાં ઊભરાતાં પાણીને ઘડીભર અપલક તાકી રહ્યા. એ ખારા પાટ પરથી આવતી ખારી ખુશબો બારી પાસે આવીને થંભી જતી. દરરોજની જેમ આજે પણ મહેતાસાહેબે એ વિશાળ દરિયાને આંખોમાં ભરીને માણી લીધો. લહેરખી પેલો દોડતો દરિયો, પેલાં વહેતાં વહાણો, પેલા ખડતલ ખારવા અને પેલાં મગરૂબ મોજાં... આ બધું તેમને અલગ દુનિયામાં ખેંચી જતું. સાગરખેડુઓની એ રોમાંચક દુનિયામાં ડૂબકી દઈ બધું જાણવા -