પંડિતજીએ કંજના ખભા પર હાથ મુક્તા કહ્યું, હું તમને કહું છું કે કંજ કોણ છે? નાલીનના પિતા માહિશ્વર જ્યારે રાજા હતા ત્યારે કંજના પિતા એમના સૌથી બહાદુર, ચાલાક અને મહત્વના અંગરક્ષક હતા. તેઓ સતત રાજાની સાથે જ રહેતા હતા. ને એટલે એ રાજાની ઘણી અંગત વાતો પણ જાણતા હતા. નાલીન રાજાનો એકમાત્ર સંતાન હતો. યામનના નિયમ પ્રમાણે યામનની પ્રજા જાતે પોતાનો રાજા નક્કી કરતી હતી. પણ નાલીન પોતે રાજા બનવા માંગતો હતો. પણ એનામાં રાજા બનવાની કોઈ ખૂબી નહોતી. એ આળસુ, ઉડાવ અને લાલચુ હતો. એટલે એણે એનકેન કોઈપણ પ્રકારે રાજા બનવું હતું. એટલે એ એવા લોકોની સંગતમાં આવી ગયો જે