પ્રતિશોધ પ્રથમ અંક - 9

(194)
  • 6.9k
  • 7
  • 4.3k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:9 ઓક્ટોબર 2019,દુબઈ આધ્યાએ જ્યાંસુધી સમીરનો સામાન પેક કર્યો ત્યાં સુધી કાગડો ફ્લેટની બારીમાં બેસી રહ્યો. જ્યારે સમીરની બેગને વ્યવસ્થિત પેક કરીને આધ્યા સુવા માટે પલંગમાં લાંબી થઈ એ પછી એ કાગડો ત્યાંથી ઉડી ગયો. સવારે નવ વાગે સમીરની ઓફિસનો એક કર્મચારી સમીરનો સામાન લેવા એનાં ફ્લેટ પર આવ્યો. આધ્યાએ કોઈ સવાલ કર્યાં વગર સમીરનો સામાન ભરેલી બેગ એ વ્યક્તિને સુપ્રત કરી દીધી. એ વ્યક્તિ ત્યાંથી ગયો એટલે આધ્યા પણ તૈયાર થઈને રેહાનાની બુક સ્ટોર પર આવી પહોંચી. છેલ્લાં ચાર મહિનાથી સમીર ઘરે ઓછો અને બહાર વધુ રહેતો હોવાથી આધ્યા ઘરમાં એકલી રહેવા ટેવાઈ ચૂકી હતી. આધ્યા