રાઈટ એંગલ પ્રકરણ–૩૬ સવારે ઊઠતાંની સાથે જ સેલફોનમાં રિમાઇન્ડરનો ટોન સંભળાયો એટલે ધ્યેયએ જોયું તો આજે બુધવાર અને ઓગણત્રીસ તારીખ. બપોરના બે. એટલું રિમાઇન્ડરમાં લખ્યું હતું. ધ્યેય ફટાફટ ઓફિસ પહોંચીને પોતાના કામ પતાવવા લાગ્યો. એને બહુ જ ઉત્તેજના થતી હતી. આજ સુધી જે કામ કર્યું નથી તે કરવાનું હતું અને એમાં પકડાય જવાઇ નહીં તેનુ ધ્યાન રાખવાનું હતું. નહીં તો પોતાની સાથે કેસની પણ વાટ લાગી જશે. બાર વાગતા સુધીમાં તો એ ફ્રી થઇ ગયો. બસ હવે દોઢ વગાડવાનો છે. ધ્યેય એક્સાઈટમેન્ટમાં પોતાની ચેર પર બેસી પણ શકતો ન હતો. એ કેન્ટિનમાં ગયો અને ત્યાં ચા પીધી. બીજા વકીલ સાથે