હું જેસંગ દેસાઈ.. ભાગ ૮

  • 3.1k
  • 1.1k

ભાગ-8 દરેક મા- બાપ યુવાનીને ઉંબરે પગ મુકીને ઉભેલા પોતાના સંતાનો પગભર થઇ બે પૈસા કમાતા હોય તેવું ઇચ્છતા હોય છે. કારણ કે સંતાનો પોતાના બાવડા કે બુધ્ધિના જોરે ચાર પાંદડે થયા હોય પછી વહેવાર- તહેવારમાં પણ કંઇ જોવાપણું ના હોય. ભણેલા-ગણેલા નોકરીયાત કે ધંધાદારી સંતાનોનું સગપણ અને લગ્ન પણ ફટાફટ થાય એટલે મા- બાપના હૈયે પોતાના દિકરા-દિકરીઓ સૌ સૌના ઠેકાણે પડ્યા હોય એની સંતોષીનો પણ ભાવ હોય ! પોતાનું સંતાન ઉંમરલાયક થાય એટલે મા-બાપને પોતાના પુત્ર-પુત્રીને પરણાવવાની સૌથી મોટી ચિંતા શરૂ થાય ! સંતાનની જેમ ઉંમર વધતી જાય એમ એના માટે પાત્ર શોધવા માટે મા-બાપ બેબાકળા થતા હોય