ક્લિનચીટ - 13

(24)
  • 3.7k
  • 3
  • 1.6k

પ્રકરણ- તેર/૧૩થોડી ક્ષણો પહેલાંની વાતચીત દરમિયાન સાવ સામાન્ય વર્તુણકમાંથી અચાનક અદિતી ના બદલાયેલા ચહેરા પરના હાવભાવથી એવું પ્રતિત થઇ રહ્યું હતું ,જાણે કે કોઈ ધરાર ધરબેલી લાગણીના બહાર આવવા મથતા પ્રહારના શૂળની પીડાથી પીડાતી હોય એ હદે અદિતીના અસ્તિત્વને અસ્વસ્થ થતાં જોઇને થોડીવાર માટે શેખર પણ ડઘાઈ જતા વિચારવા લાગ્યો કે એવી તે કઈ વાત હશે કે આટલુ મક્કમ મનોબળ પણ એક ક્ષણમાં ડગી ગયું ? તરત જ શેખર પણ બાલ્કનીમાં તેની સાથે ઊભો રહીને તેના સ્વસ્થ થવાની પ્રતિક્ષા કરતાં થોડી વાર પછી બોલ્યો, ‘વ્હોટ હેપન્ડ અદિતી. એનીથિંગ સીરીયસ ?’પ્રત્યુતરમાં અદિતી એ માત્ર ના ની સંજ્ઞામાં ડોકું ધુણાવ્યું. શેખરને લાગ્યું કે હજુ