ચણોઠીનાં વન એટલે જીવન - 17

  • 3.2k
  • 1
  • 1.1k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 17 ગોળધાણા ખવાયા ઉજ્વલની મુલાકાત છાયા સાથે પાઠશાળામાં થઈ. સુત્રાથોનમાં સુત્રો રાગમાં ગાતી છાયાનો એક માત્ર પ્રતિસ્પર્ધી ઉજ્વલ હતો. ખાસ તો બૃહદ ગુરુશાંતિ અને લઘુ શાંતિને શાસ્ત્રીય રાગોમાં ગાતો ઉજ્વલ સમગ્ર શ્રોતાઓનો માનીતો ગાયક હતો. જ્યારે છાયા તે ફીલ્મી ગીતોનાં ઢાળમાં ગાતી તેથી જ્યારે સંવત્સરી પ્રતિક્રમણમાં સ્ત્રીનાં પ્રતિક્રમણમાં તે છવાઈ જતી.જો કે સાધ્વીજી કાયમ કહેતા સુત્રો ફીલ્મીગીતનાં ઢાળમાં ના ગાવ તો સારુ..પણ શાસ્ત્રીય રાગોમાં તે રાગની જાણકારી હોવી જરુરી હોવાથી ઉજ્વલ મેદાન મારી જતો. ભાવનામાં રોશની અને છાયા બંને બેનોની માંગ સરખી રહેતી. ખાસ તો સાધ્વીજી મહારાજ દરેક મહીનાનાં અંતે યોજાતી ભક્તિ ભાવનામાં હીનાને આગ્રહ