વડોદરા એટલેકે 2000 વર્ષ પહેલાનું વટપદ્ર કે વટસ્ય ઉદરે તરીકે ઓળખાતું , મારા બાલ્યકાળનું સાક્ષી , મારા યૌવનકાળની યાદોનો ખજાનો અને ઊંડેથી જેની માટે હજુ પણ તડપ છે તેવું સંસ્કારી નગર, દિવસે અને રાત્રે જાગતું શહેર, વડોદરાની ઉત્તરે મહીસાગર ,દક્ષિણે ઢાઢર અને નર્મદા નદીની વરચે નો પ્રદેશ એ વાંકળ તરીકે ઓળખાય અને આ વાંકળમાં મારુ વહાલું વડોદરું , વિશ્વામિત્ર નદીને બે કાંઠે વસેલું છે. ગુણવંતભાઈ શાહ તેમના સરનામામાં અવશ્ય વડોદરું લખે પણ સૌથી પહેલો વડોદરું તરીખેનો ઉલ્લેખ માણભટ્ટ તારીખે પ્રખ્યાત તેવા ગુજરાતીના મહાકવિ અને એકમાત્ર 'રાસકવિ' શ્રી પ્રેમાનંદે કુંવરબાઇના મામેરામાં "વીરક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્યે ગામજી" કર્યો હતો. પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ વડોદરાનાં વાડી મહોલ્લામાં રહેતાં હતાં.2012માં