રમલી

(20)
  • 5k
  • 1.4k

ગરમી નાં વેકેશન માં રાકેશ છોકરાઓ સાથે ગામડે આવ્યો હતો,નાનકડું પણ રળિયામણું ગામ, આઝાદી નાં પચાસ વરસે પણ પ્રાથમિક સુવિધા થી વંચીત લાઈટ ગમે ત્યારે આવે જાય, વાહન પણ ભાગ્યેજ જોવા મળે, આવામાં મોબાઇલ તો લક્ઝરી કેટેગરી માં આવે નેટવર્ક માટે ટેરેસ ઉપર ચડવું પડે એ પણ નસીબ હોય તો જ પકડાય, શહેર ના દુષણ હજી અહીં પ્રવેશ્યા નહોતા.આવા વાતાવરણ માં છોકરાઓ તો કંટાળી જાય, લાઈટ ન હોય તો ચાલે પણ મોબાઇલ વગર તો બધા અપંગ થઈ જાય.રાકેશ ના પડોસ માં એક ઘર ના મોટા આંગણા માં લીમડા ના ઘેઘૂર ઝાડ નીચે ખાટલા પર જીંદગી ના લગભગ સાત દાયકા જોઈ