કહાની કિશનગઢ ની

(27)
  • 4k
  • 1.3k

યાત્રીગણ કૃપયા ધ્યાન દીજીએ. દિલ્હી જાનેવાલી આશ્રમ એક્સપ્રેસ થોડી હીઁ દેર મે પ્લેટફોર્મ નંબર પાંચ પે આયેગી. અમદાવાદ રેલવે સ્ટેશન પર અનાઉન્સ થયું. એટલે જયેશભાઈ પોતાની બેગ અને દસ વર્ષના સમીરને લઈને બેન્ચ પરથી ઊભા થયા. જયેશભાઈના એક હાથમા બેગ હતું અને બીજા હાથથી સમીરનો હાથ પકડી રાખ્યો હતો જેથી સમીર આ ભીડમાં પોતાના થી છુટો ન પડી જાય. ટ્રેન આવી એટલે બન્ને પોતાની જગ્યા લઈને બેસી ગયા. બન્ને માંથી કોઈ પણ કાંઇ બોલતું નહોતું.સમીર બારી બહાર જોઈ રહ્યા હતો. એવું ન હતું કે તેઓ પહેલીવાર ટ્રેનમા