HELP - 4

  • 3.1k
  • 1.3k

પ્રકરણ-૪ અંગૂઠી પછીના દિવસે સવારે ઊઠીને જોગિંગ કરવા ગઈ ત્યારે પાછા આવતા જ પિનાકીન જયસ્વાલ સાથે તેનો ભેટો થયો. ટ્રેક પેન્ટ અને ટીશર્ટ માં તે ચાલવા નીકળ્યા હતા. બેલા ને જોઈને અચંબો અને આનંદ બંને તેમના ચહેરા પર દેખાઈ રહ્યા હતા. બેલાને અત્યારે તેમને નજીકથી જોવાનો મોકો મળ્યો. તસવીરમાં જોયા મુજબ જ ગોળ ચહેરો મોટું લલાટ ગળામાં રુદ્રાક્ષની માળા ! હા ચહેરા પર કરચલીઓ વધારે, અને વાળ પણ મોટેભાગે સફેદ થઈ ગયા હતા. બેલાને આનંદઆશ્ચર્યથી નિહાળતા તે બોલ્યા. ‘અનુ એ સાચું જ કહ્યું હતું ! તું બિલકુલ ધારા જેવી જ દેખાય છે. ઈશ્વરે તારા સ્વરૂપમાં અમને ફરી ધારાને જોવાનો મોકો