ચીન સાથે યુદ્ધ પછી-1962

  • 2.4k
  • 2
  • 962

ચાઈના સાથે વૉર 1962**********એ વખતે હું 5 વર્ષનો હતો. મારે ઘેર ભાવનગરમાં જયહિંદ અને સૌરાષ્ટ્ર સમાચાર આવતાં. તેમાં ફ્રન્ટના ફોટા ક્યાંથી હોય? હાથે દોરેલી ઇમેજ, કાંટાળી જાળી વાળો ટોપો પહેરી આડા સુઈ ફાયરિંગ કરતા જવાનનું ચિત્ર બતાવતા. નહેરુના ફોટા લોન્ગ કોટમાં ગુલાબ ખોસી કોઈને કોઈ સાથે હાથ મિલાવતા રોજ આવતા અને સાથે સળગતી સીમા ના ખબરો. એ વખતે બ્લેક આઉટ નહોતું થયું જે મેં 1965 પાક. યુદ્ધ વખતે જોયેલું- ઘરનાં બારી બારણાં સજ્જડ બંધ, રોડ લાઈટો પણ બંધ. તડમાંથી પણ પ્રકાશ ન જવો જોઈએ.વાંચ્યું કે લડાખ મોરચે અપણા જવાનો રોજ ઢગલાબંધ 'શહીદ થતા' એટલે બસ મૃત્યુ પામતા. જયહિંદ જેવાં છાપાં લખતાં જે