સંયોગ

(20)
  • 3.4k
  • 2
  • 1.1k

** સંયોગ ** ફોરમ એક સામાન્ય કુટુંબની દેખાવડી યુવતી હતી. તે તેના માબાપનું એકલું સંતાન હતી. શાળા જીવન પૂર્ણ કરી જ્યારે તેણે કોલેજમાં પ્રવેશ મેળવ્યો ત્યારથી તે જીવનના રંગીન સપનાઓ જોવા માંડી હતી. તેના સપનાઓ ખૂબ રંગીન હતા. તેને એક રાજકુમાર જેવો સોહામણો જીવન સાથી જોઈતો હતો જે તેને ખૂબ પ્રેમ કરે અને હંમેશા તેની સાથે જ રહે. તેના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનું દુખ ન હોય તેવા સુખી લગ્ન જીવનની તેણે ખેવના કરી હતી. તેની સાથે ભણતો કુમાર તેના સપનાઓ પૂરા કરશે તેવો વિશ્વાસ બેસતાં તે કુમાર તરફ આકર્ષાઈ હતી. ફોરમને કુમારનો ઉજળો વાન, તેનો ઊંચો અને શશક્ત બાંધો,