"આપણા ભદ્ર સમાજની ખાસિયત કેવી નહિ! આર્થિક અને સામાજિક રીતે પછાત સમાજ ને આપણે આપણો ચર્ચાનો કે લેખનનો વિષય બનાવવામાં નાનપ અનુભવીએ."શિવમની આ વાતથી ત્યાં હાજર બધા સહમત હતા પણ વ્યવહારમાં આ વાત ઉતારવા કોઈ મનથી તૈયાર ન હતું. બધા છુટા પડયા એટલે કૈરવી શિવમ પાસે આવીને ઉભી રહી. શિવમ કહે કે શું કહેવા માંગે છે બોલને. શિવમની સમજદારી પર કૈરવીને માન થઈ આવ્યું. એણે વાત ચાલુ કરી. શિવમ તે જે પછાત વર્ગનો વિષય છેડયો એ સાંભળીને બસ કંઈક કહેવાનું મન થયું. કૈરવી સમૃદ્ધ પરિવારની છોકરી. ભણીને આગળ વધી ને સરકારની દીકરી બનીને જ જંપી. શિવમ તેનો સહકર્મી એટલે બંનેને સામાન્ય વાતચીતના