પરિવર્તનનો પવન

(11)
  • 2.7k
  • 714

ઇ.સ. 2100 ની સાલ હવે આવી પહોંચી હતી. ફરી એક નવી સદી ની શરૂઆત થઈ ગઈ હતી. 22 મી સદી ની આ શરૂઆત હતી અને આજે આ સદી નો પહેલો જ દિવસ હતો. સીરી એની પાર્ટી માં મશગુલ હતી. બીજા અનેક લોકો પણ નાચી રહ્યા હતા. નાચી રહ્યા હતા એમ કહેવા કરતાં એકબીજા જોડે અથડાઈ રહ્યા એમ કહેવું વધુ યોગ્ય રહેશે. 31 ડિસેમ્બર 2099 ની રાત થી શરૂ થયેલી પાર્ટી 1 જાન્યુઆરી 2100 ની સવાર સુધી ચાલી જ રહી હતી.સીરી જોડે હંમેશા એનો એક આસિસ્ટન્ટ રહેતો જે એને હંમેશા મદદ કરતો. એનું નામ ગૂગલ હતું. સવારના 6 વાગ્યા હતા એટલે