સંતાનો ને કૈક તો કહેવા દો

  • 2.9k
  • 1
  • 760

આપણે ક્યારેય વિચાર જ નથી કરતા કે આપણું સંતાન એ ફક્ત આપણું સંતાન જ નહિ એક સ્વતંત્ર વ્યક્તિ પણ છે. એને પણ પોતાના સ્વતંત્ર વિચારો, ગમા અને અણગમા હોય છે. પણ આપણને એવું વિચારવાની ફુરસદ ક્યાં હોય છે? આપણે તો બસ આપણા સંતાન ને એક હોડ માં મૂકવું છે. એને સર્વશ્રેષ્ટ બનાવવું છે.વિચારો આપણે જયારે શાળા એ જતા ત્યારે હસતા કુદતા જતા. એક મજા હતી દોસ્તો ને મળવાની અને દોસ્તો સાથે જીવવાની. અને આજના બાળકો ને શાળા એ જતા જોઈએ ત્યારે એ પરાણે જતા હોય એવું લાગે. દફતર નો પાંચ કિલો નો ભાર ખભા પર હોય, આખું બાળક એ ભાર