Self Made: Inspired by the life of Madam C J Walker

  • 3.6k
  • 926

Self Made: Inspired by the life of Madam C J Walker Netflix પરની આ વેબ સિરીઝ "મેડમ સી જે વૉકર" ના નામ થી જાણીતા અમેરિકામાં વસતા નિગ્રોસ જાતિની એક સ્ત્રીની સત્ય ઘટના પર આધારિત વાર્તા છે. સૌથી પહેલા મેડમ સી જે વૉકર નો ટૂંકો પરિચય આપી દઉં જેથી વેબ સિરીઝ માં રહેલ પાત્રને બરાબર સમજી શકાય. એમનો જ્ન્મ ૨૩ ડિસેમ્બર,૧૮૬૭ માં થયો હતો. એમના માતા પિતા Louisiana (એક અમેરિકન રાજ્ય) માં ખેતમજૂર તરીકે ગુલામી કરતા હતા. એમનું બર્થ નામ "સારાહ બ્રાન્ડલવ" હતું. ૬ વર્ષની ઉંમરમાં અનાથ થયા, ૧૪ વર્ષની ઉંમર માં લગ્ન થયા અને ૨૦ વર્ષની ઉંમરે વિધવા થયા.