હું જેસંગ દેસાઈ.. ભાગ ૭

  • 3.2k
  • 1.1k

ભાગ – 7 અમે અમદાવાદમાં અમારૂ કરિયાર બનાવી ઠરીઠામ થવા આવ્યા હતા પણ જ્યાંથી શરૂઆત કરી હતી તે જ બિંદુ પર ફરીથી આવીને અટકી ગયા હતા. એક કહેવત છે કે, "ગુસ્સામાં કોઇ નિર્ણય ના લેવાય અને આનંદમાં આવીને કોઇ દાન ના દેવાય", પણ અમે આ કહેવતને સમજવામાં કાચા સાબિત થયા. ગુસ્સામાં આવી અમે નોકરી છોડવાનો નિર્ણય લીધો અને ખિસ્સામાં ફુટી કોડી ન હતી ત્યારે આનંદંમાં આવીને બસ્સો રૂપિયાનું દાન કરી દીધેલું. કોલર ટાઇટ રાખી ટણીમાં ને ટણીમાં અમે મેનેજર સુશીલ શર્માને તમારા જેવા તો સત્તર મળી રહેશે એવુ સંભળાવી સિક્યુરીટી ગાર્ડ્સના ધક્કાથી બહાર તો