યોગ-વિયોગ - 7

(315)
  • 43.7k
  • 17
  • 23.1k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૭ મુંબઈમાં જુલાઈ મહિનાની સવાર વાદળોથી ઘેરાયેલી હતી. આજે પણ ‘શ્રીજી વિલા’ના કમ્પાઉન્ડમાં વસુમાનો અવાજ ગુંજતો હતો. આમ તો આ સવાર રોજની સવારો જેવી જ હતી. પરંતુ, વસુમાની છાતી ઉપર જાણે પચ્ચીસ વરસનો ભાર હતો. સંતાનોને એમણે વચન આપ્યા મુજબ ૪૮ કલાક પૂરા થઈ ગયા હતા. અને એમને જે સમાચાર કે ઉત્તરની અપેક્ષા હતી એ નહોતો જ આવ્યો. વસુમાને જાણે રહી-રહીને ડૂમો ભરાઈ આવતો હતો. આજથી પચીસ વરસ પહેલા પતિના ચાલ્યા જવાનું દુઃખ એમણે જે રીતે છાતીમાં ભરી રાખ્યું હતું, એ રીતે એમને રહી-રહીને ડર લાગતો હતો કે, કદાચ હળવી ઠેસ વાગશે તોય એ