બાર ડાન્સર - 9

(47)
  • 5.2k
  • 1
  • 2.5k

બાર ડાન્સર વિભાવરી વર્મા ચેપ્ટર : 9 “યે સાલી લાઇફ બોત કન્ફ્યુજ કરતી હૈ...” એપાર્ટમેન્ટનાં પગથિયાં ચડી રહેલી પાર્વતીના મગજમાં જબરદસ્ત ખટાપટી ચાલી રહી હતી. લિફ્ટ આજે પણ બગડેલી હતી. સાતમા માળવાળી ઉષા મેડમ આજે પણ દિમાગ ચાટશે. “કેમ મોડી આવી ? આ રીતે મોડા આવવું હોય તો આવવાનું જ બંધ કર.” અગાઉ એને ઉષા મેડમના મોં પર એક તમાચો મારવાનું મન થઈ આવતું હતું. પણ આજે સાલી દિમાગની ચાકી બીજી બાજુએ ચડી ગઈ હતી. બહારથી એ કંઈ બીજી હતી અને અંદરથી તો સાવ જ બીજી બની રહી હતી. પાર્વતી આજકાલ કપડાં વ્યવસ્થિત પહેરતી હતી. અંબોડામાં વેણી નાંખતી હતી. આંખમાં