કોરોના કથાઓ - 2

  • 3.1k
  • 1.4k

કોરોના કથા 2તે દૂર સુદૂર ક્ષિતિજમાં નજર નાખી ઉભો હતો. નજર પહોંચે ત્યાં સુધી બસ નિરવ એકાંત. બધું જ ભેંકાર. કોરોનાને કારણે લોકડાઉનનો આ ત્રીજો તબક્કો હતો. વાતાવરણ ઘણું શુદ્ધ થઈ ગયું હતું. હજુ દોઢ મહિના પહેલાં સાંજે સૂર્ય આથમે એટલે ક્ષિતિજના છેડેથી કાળાશ ડોકિયું કરતી અને જલ્દીથી છલાંગ લગાવી આકાશ પર છવાઈ જતી. આજે તો સાંજ પડી ત્યારે રતુંબડી સંધ્યા, પીયુ સામે આવતાં લજ્જા ભરી કોઈ યૌવનાના શરમ ભરેલા ગાલ જેવી ગુલાબી લાલ છેક ક્ષિતિજના અંત સુધી દેખાતી હતી. અત્યારે તો રાત પડી હતી અને એ પણ પૂનમ આસપાસની ચાંદની રાત. પરોઢ થવાની થોડી જ વાર પહેલાં હોય તેવું