પ્રકરણ ૧૦ ‘સવારના ૭.૩૦ વાગે ક્રિષાનો મોબાઈલ રણક્યો, ‘હેલ્લો.!! ક્રિષામેમ ?’ ‘હા, બોલો હર્ષદભાઈ, (હર્ષદએ ક્રિષાનો શેડ્યુલ મેનેજર હતો). ‘મેડમ, આજે તમારું શુટિંગ શેડ્યુલ છે. જો આજે તમે પોસ્ટપોન્ડ કરવાની વાત કરશો તો ડીરેક્ટર તમને જ પોસ્ટપોન્ડ કરી દેશે અને પછી તમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઈમેજ ડાઉન થઇ જશે એટલે તમે આજે આવો છો ને ?’ ‘હા, આજે હું આવું છું...મન ન હતું પણ પોતાને મળેલી આવી મહત્વની તક પણ તે ગુમાવવા માંગતી ન હતી. ‘દરેક પ્રેમમાં તૂટીને પડી ગયેલા અથવા તો બીજી કોઈ રીતે તૂટી ગયેલા માણસને એની જિંદગીમાં ફરી ઉભું થવું પડે છે, નહીતો એ મડદું થઇ જાય છે