પ્રકરણ - 7 ક્યારેક આપણે એવી ઘટનામાં સમાહિત થવું પડે છે, જેની આપણને જરાય ઈચ્છા નથી હોતી કારણ કે કુદરતે આપણને કોઈ વ્યક્તિની સમગ્ર જિંદગી બદલનાર પરિબળ તરીકે નિયુક્ત કર્યા હોય છે. "હેલો સિસ્ટર", અનંતે નિયતિને મેસેજ કર્યો. "આજે હું એક રહસ્ય ઉજાગર કરવા જઈ રહ્યો છું.", અનંતે બીજો એક મેસેજ નિયતિને કટાક્ષના રૂપમાં મોકલ્યો પણ એ બિચારાને એના જીવનમાં પ્રવેશ લેનાર આગામી ઘટના વિશે જરાય વાકેફિયત ન હતી. અનંતને જરાય ખબર ન હતી કે તે પોતાના હ્રદયની વીણાના એ તારને તોડવા જઈ રહ્યો હતો જે એના ઉદ્વેગના ઘોંઘાટને લયબદ્દ કરવાનો હતો, કારણ કે એ તાર પાસે કોઈ સૂરીલું