પ્રતિબિંબ - 19

(85)
  • 4.7k
  • 3
  • 2.1k

પ્રતિબિંબ પ્રકરણ - ૧૯ ઈતિ એકદમ ઉભી થઈ ગઈ. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ જાણે એને પરસેવો થવા લાગ્યો. એને થયું આરવ પણ હવે તો મારી સાથે નથી. પ્રયાગ એ તો ત્યાં જ યુ.એસ.એ રહે છે તો અહીં કેમ આવ્યો હશે ?? અને અપ્પુ અંકલ તો એ હોટેલનો માલિક વિશાલ બંસલ છે એવું કહી રહી રહ્યા કંઈ સમજાતું નથી. પણ આ અહીંથી જે આન્ટી નીકળ્યાં એ તો એ જ હતાં જે કેલી હાઉસનાં ઓનર હતાં. પણ એમણે પોતાનાં દીકરાનું નામ તો કંઈ પ્રથમ કહ્યું હતું...આ બધું શું છે યાર કંઈ સમજાતું નથી.... ઇતિના મનમાં વિચારોનું ઘમસાણ ચાલી રહ્યું છે એટલામાં જ