પ્રિંસેસ નિયાબી - ભાગ 26

(21)
  • 3.3k
  • 2
  • 1.5k

આ તરફ દાદી ઓના, દેવીસિંહજી, જીમુતા અને કજાલી રાજ્યને સંભાળવાનું કામ ખુબ સારી રીતે કરી રહ્યા હતા. દાદી ઓનાએ મહેલમાં ઘણા બધા ફેરફારો કરાવવાનું ચાલુ કર્યું હતું. તેઓ ઈચ્છતા હતા કે નિયાબી પાછી આવે ત્યાં સુધીમાં મહેલનું સરસ રંગરોગાણ થઈ જાય. થોડી જૂની યાદો જે મોઝિનોએ કાઢી નાખી હતી ને પોતે સાચવી રાખી હતી એ પણ એમણે મહેલમાં મુકાવી હતી. તેઓ મોઝિનોની કોઈ ચીજવસ્તુઓ રાખવા માંગતા નહોતા. ને એટલે જાતે જ ધ્યાન આપી રહ્યા હતા.દેવીસિંહે રાજ્યનો કારભાર ખુબ સારી રીતે સંભાળી લીધો હતો. પોતાના જુના અને વિશ્વાસુ સાથીઓને એમણે દરબારના કામમાં સામેલ કરી દીધા હતા. તેમજ જીમુતા અને કજાલી જે સૈન્ય