પ્રતિશોધ પ્રથમ અંક - 7

(212)
  • 6.3k
  • 8
  • 4.1k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:7 1980, મયાંગ પોતાનો શાળાકીય અભ્યાસ ગુવાહાટીમાં પૂર્ણ કરી શંકરનાથનો પુત્ર નિરંજન મયાંગ આવ્યો ત્યારે એની ઉંમર સત્તર વર્ષ હતી. નિરંજન પોતાનાં પરિવારનાં વારસાને આગળ ધપાવવા તંત્ર-મંત્ર વિદ્યા શીખે એવી શંકરનાથને આશા હતી. "નિરંજન, તારી માંની ઈચ્છા હતી કે તને શાળાકીય શિક્ષણ મળે એટલે મેં તને ગુવાહાટી ભણવા માટે મોકલ્યો હતો." ગુવાહાટીથી નિરંજન પાછો આવ્યો એનાં બીજાં દિવસે શંકરનાથે એને સમજાવતાં કહ્યું. "હવે એ સમય આવી ગયો છે જ્યારે તું આપણાં પરિવારનાં વારસાને આગળ ધપાવે." "તમારાં કહેવાનો અર્થ એ છે કે હું એ તંત્ર-મંત્રનાં ધતિંગ કરું." શંકરનાથની વાત સાંભળી અણગમા સાથે નિરંજને કહ્યું. "અત્યારે દુનિયા ચાંદ ઉપર