કોરોનાની કકળાટ, હાસ્યની હળવાશ – ૬ 

  • 4k
  • 1.8k

કોરોનાની કકળાટ, હાસ્યની હળવાશ – ૬ ગણપતિની સુંઢ ક્યાંથી શરુ કરું એ જ ખબર નહોતી પડતી...વળાંક બરાબર આવતા જ નહોતા..લોકડાઉનમાં સરકારની આજ્ઞાનું પાલન કરતા ઘરમાં જ પડ્યા પડ્યા વર્ષોથી અંદરને અંદર કાટ ખાઈ ગયેલી મારી ચિત્રકળાની સ્કીલ બ્હાર કાઢતો હતો...ડ્રોઈંગબુકમાં ગણપતિ દોરવાની પ્રેક્ટીસ કરતો હતો..સુંઢ બનાવતાતો આખી ડ્રોઈંગબુક ગોળ ફેરવી નાખી..અને હું અર્ધ વર્તુળ ફાયો અંતે સુંઢ ગોળ નહિ લંબગોળ થઇ...માંડ બાપ્પા બન્યા..ઉંદરની પ્રેક્ટીસ ચાલુ છે, ત્યાં અચાનક અવાજ આવ્યો “અરે સાંભળો છો..?” મેં સ્કેચપેનથી બાપ્પાનાં સુપડા જેવા કાનને “કલા- રસિક ટચ” આપતા કહ્યું , દાળ કુકરમાં મૂકી છે , શાક સમારી નાખ્યું છે , લોટ બાધી લીધો છે...વાસણ ચાર છ