સન્નાટો.

(29)
  • 2.8k
  • 832

" સન્નાટો". રાજકોટ જીલ્લાનું એક નાનકડું ગામ. જ્યાં ગોંડલના રાજા ભગતસિંહજીના સમયનું સુંદર બાંધકામ આજેય જોવા મળે છે. અને એ સમયમાં શાળામાં ન જનારને દંડ ભરવો પડતો. આથી તમામ લોકો ભણેલાં પણ ખરા. આ ગામથી થોડે દૂર એક મહેલ જેવી સુંદર હવેલી પણ ખરી. કહેવાય છે આ હવેલીમાં એક રાજઘરાનાનું કુટુંબ રહેતું હતું. પણ પછી વીસ વર્ષથી આ હવેલી ખાલી પડી છે. તેમાં રહેતા કુટુંબની એક પછી એક કરીને તમામ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી, ત્યાર પછી કોઈ આ હવેલી તરફ ફરકતું નથી. અને કોઈએ તેના હક માટે દાવો પણ કર્યો નથી. હવે તો એ સાવ ખંડેર બનીને રહી