ઈશાન અને સ્ત્રીઓ - ૫

  • 3.6k
  • 1
  • 1.2k

(ગયા અંકે તમે જોયું કે ઈશાન અને સાઈમા વાતો કરી રહ્યા હતા. સાઈમાના મિત્ર સાહિલે એક રાત હોસ્ટેલમાં વૈશાલી સાથે વિતાવી અને બીજે જ દિવસે સવારે ઈશાન સામે પિન્ક ટીશર્ટ અને વાઈટ જીન્સમાં એ સામે ઉભી હતી હવે આગળ) ***************** ઈશાન અને સ્ત્રીઓ ભાગ - ૫ ***************** "ઈશાન ક્યાં ખોવાઈ ગયો...." વૈશાલીએ વિચાર કરી રહેલા ઈશાનને ટોક્યો. ઈશાન અચાનક વિચારોમાંથી પાછો ફર્યો "અરે કઈ નહીં. બહુ દિવસો પછી તને જોઈ એટલે સ્કૂલની યાદો યાદ કરતો હતો." "હા અફકોર્સ કેમ નહીં... બહુ મીઠી યાદો છે કેમ?" વૈશાલીએ ઈશાનને આંખ મારી અને બોલી. "ઈશાન તમે બંને વાતો કરો હું જાઉં મારે પેશન્ટ