પેશન્ટ નંબર ૨૦૩...

  • 2.6k
  • 688

પેશન્ટ નંબર ૨૦૩... સફેદ ચાદર, સફેદ દીવાલો અને સાથે વાગતો મશીનોનો સતત ટું....ટું..ટું... અવાજ અને ક્યાંક ડોક્ટર કે નર્સના આવવાથી તેમના પગથી ખસેડાઈને ખુલતા દરવાજાનો અવાજ. છેલ્લા છ કલાકથી આ અવાજો જ મારું આખું વિશ્વ બની ગયા છે. હું એક વ્યક્તિ, એક સ્ત્રી, એક માતા મટીને આજે માત્ર રહી છું તો “પેશન્ટ નંબર ૨૦૩”.છેલ્લા બે દિવસથી જ્યારથી હું આ કેર સેન્ટરમાં આવી ત્યારથી મારું નામ શીતલમાંથી બદલાઈને આ ક્યારે થઇ ગયું તે મને ખબર જ નાં પડી.અરે આ બીમારી મને ક્યારે લાગુ પડી તેજ ખબર નાં પડી તો નામ તો શું? આખરે જીંદગી પાસેથી મેં શું માંગ્યું હતું.