ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 6

  • 4.5k
  • 1
  • 1.6k

નવી સવાર એક નવી જ એનાઉન્સમેન્ટ લાવવાની હતી. આ એનાઉન્સમેન્ટ સ્કૂલ પિકનિકની હતી. બધા વિદ્યાર્થીઓ આ જાહેરાત સાંભળીને ખુબ જ ખુશ થયા, સ્કૂલ પિકનિકમાં જવું કોને ના ગમે ! નયનના તોફાનો ઓછા થઇ ગયા હતા, હવે નયનની જગ્યા ઓમ અને દીપે લીધી હતી. આ બંને વીરેન સરના લેક્ચરમાં તો ડાહ્યા ડમરા બની જતા. હા, બંનેના તોફાન પહેલા કરતા ઓછા થઇ ગયા હતા, પરંતુ બંધ તો નહોતા થયા. સ્કૂલની વન-ડે પિકનિક માટે બધા તૈયાર હતા. ઓમ અને દીપ કશું નવો જ કાંડ વિચારી રહ્યા હતા. “યાર, આ નયન તો સાવ બદલાય જ ગયો છે.” દીપ બોલ્યો. “હા યાર,