( આપણે જોયું કે U.S. સેટલ થયેલો અભિ માનસિક રીતે વ્યાકુળ થયેલો મોડી રાત સુધી લેક કિનારે બેઠો વિચાર મગ્ન હોય છે. ત્યારે મિસિસ મહેતા નો ફોન આવવા થી તે ઘર તરફ રવાના થાય છે. ઘર નાં ઈન્ટીરીઅર ને ઝીણવટપૂર્વક જોતા અભિ મનોયુદ્ધ ની સ્થિતિ અનુભવતો હોય છે. પોતે શા માટે ભારત છોડી U.S. આવ્યો તેનો પણ તેને અફસોસ થાય છે. વળી મીરા જેવી છોકરી ને દગો કર્યા ની ગ્લાની પણ તેને કોરી ખાય છે.) હવે આગળ…..