શૌર્યાગ્નિ

  • 4.2k
  • 4
  • 1.8k

શૌર્યાગ્નિસોસાયટીનો માથાભારે, વંઠેલો, બગડેલો, દારૂડિયો, જુગારી છોકરો એટલે રૂપરાજ. સૌ કોઈ તેનાથી ત્રાસેલા હતા. એક દિવસ મંદિરની પાછળ એણે સોસાયટીની સીધી-સાદી છોકરીનો હાથ પકડી લીધો. કિશોરાવસ્થામાં હજુ હમણાં જ પ્રવેશેલી એ છોકરી ડરી ગઈ. મંદિરના પૂજારીએ તેનો હાથ છોડવા આજીજી કરી તેથી તો જાણે તેની હિંમત વધી ગઈ. એ ગાળો બોલવા લાગ્યો એ સાથે જ પબ્લિક વિખેરાઈ ગઈ. રૂપે પેલી કિશોરીના ગાલે ચુંબન ચોંટાડ્યું. પેલી ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. સૌ ઈચ્છતા હતા કે આ અટકવું જોઈએ, આ અટકાવવું જોઈએ. પણ સૌ જાણતા હતા કે રૂપ કોઈનાથી ડરતો ન હતો કે તે કોઈના તાબે થવાનો ન હતો. કિશોરીની આંખમાં આંસુ ધસી