લવ મોડલ

  • 2.2k
  • 570

"તો તું મને ગર્લફ્રેન્ડ બનાવવા માંગે છે એમ?" નૈનાએ પોતાના કાતિલ નૈનોથી વિશ્વને પૂછ્યું. વિશ્વ ડર્યા વિના બોલ્યો, "હા કેમ? એમાં ગુસ્સાથી કેમ જુએ છે? આ કોઈ અસામાન્ય વાત છે? એક છોકરો એક છોકરીને આવું ના કહે?" નૈના પણ બહુ આત્મવિશ્વાસવાળી હતી, બોલી, "એક છોકરો એક છોકરીને પ્રપોઝ કરે એ તો સામન્ય વાત છે પણ વગર જાણ્યે પ્રેમ થઈ જાય એ વાતમાં માલ નથી." વિશ્વ હસીને બોલ્યો, "તો કોને પ્રેમ થયો છે? મેં ક્યાં કીધું હું તને પ્રેમ કરું છું? મેં તો કીધું હું તને ગર્લફ્રેન્ડ બનાવવા માંગુ છું" નૈના થોડી ગુસ્સે થઈને બોલી, "વોટ નોનસેન્સ, ગર્લફ્રેન્ડ બનાવવી છે અને