હું જેસંગ દેસાઈ.. ભાગ ૫

  • 3.3k
  • 1.1k

ભાગ 5 જેમ રાત પછી દિવસ, તડકા પછી છાંયો, અંધકાર પછી ઉજાસ એમ પ્રકૃતિમા પરિવર્તનનો નિયમ હોય છે તેવી જ રીતે મારુ જીંવન પણ પરિવર્તન પામતું જતું હતું. શિક્ષણનો સુવર્ણયુગ પૂરો થઈ ગયો હતો અને જીંદગીએ એના અસલી ખેલનો પ્રારંભ કરી દીધો હતો. હું પણ ઈંડામાંથી નીકળેલા પક્ષીના બચ્ચાની જેમ પોતાની પાંખો ફફડાવવા તૈયાર હતો. અગાઉના ભાગમાં આપને જણાવ્યું એમ એક પછી એક ખેલ શરૂ કર્યા. ભણતરનો ભાર હળવો કર્યા પછી મે કચ્છ તરફ કુચ કરી હતી. ભચાઉ ખાતે આવેલી આરએસએસ સંચાલિત નવી ભચાઉની શાળામાં શિક્ષક તરીકે ઇન્ટરવ્યુ આપ્યુ અને ચારેક મહિના ધોરણ 4 ના