યોગ-વિયોગ - 4

(440)
  • 66.8k
  • 51
  • 28.3k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૪ ફોન કપાઈ ગયો હતો. સૂર્યકાંત ક્યાંય સુધી કપાઈ ગયેલા ફોનની ઘરઘરાટી સાંભળતો રહ્યો અને પછી એણે ફોન પછાડ્યો.... કોફી લઈને રૂમમાં આવતી લક્ષ્મીની રાખોડી આંખોમાં એક તરલ ભાવ હતો. એના સોનેરી વાળ છૂટ્ટા હતા. એણે પહેરેલી ઘુંટણથી સહેજ ઊંચી શોર્ટ્‌સમાંથી એના લાંબા પાતળા અમેરિકન લેગ્સ અને પાતળી દોરીવાળા નાઈટ શુટના ટોપમાંથી એની ગોરી અમેરિકન ચામડી દેખાતી હતી. લક્ષ્મી લગભગ સૂર્યકાન્ત જેટલી ઊંચી હતી. એણે રૂમમાં દાખલ થઈને સૂર્યકાન્તને ફોન પછાડતો જોયો. એણે સૂર્યકાન્તની સામે જોયું. “ડેડ, એની થિંગ રોંગ?” “કમ હીયર માય ચાઈલ્ડ.” સૂર્યકાન્તે કહ્યું. લક્ષ્મીએ કોફીની ટ્રે મૂકીને સૂર્યકાન્તની નજીક આવી. સૂર્યકાન્તએ