પ્રતિબિંબ - 16

(81)
  • 3.7k
  • 5
  • 1.9k

પ્રતિબિંબ પ્રકરણ - ૧૬ ઈતિનાં જતાંની સાથે કોઈને ખબર ન પડે એમ આરવે ચિઠ્ઠી ઉપાડી લીધી ને ધીમેથી ખિસ્સામાં સરકાવી દીધી. પછી ત્રણેએ પાણીપુરી ખાધી. આરવને એ નાનકડી ચીટ જોવાની ઉતાવળ છે કે શું લખ્યું છે ?? પણ એને ખબર છે કે એનાં બે સીસીટીવી કેમેરા અક્ષી અને પ્રથમ એની દરેક હરકતને કેદ કરી રહ્યાં છે. ઈતિ અને હેરાન એનાં ફેમિલી પાસે પહોંચ્યાં. એ સમયે બધાંએ કહ્યું આપણે બધાં અહીં થોડી વાર આખું ફેમિલી રમીએ અને વાતો કરીએ પછી ડીનર કરીને પછી આપણાં આગલાં પડાવ માટે નીકળીશું. બધાં થોડાં સાઈડની જગ્યાએ આવીને બેઠાં. બધાં ખુશ થઈને રમવા માટે રાઉન્ડમાં ગોઠવાઈ