' આજે મારે મીટીંગ માં જવાનું છે , રાત્રે આવવામાં થોડું મોડું થશે. તું જમી ને સૂઈ જજે.' ચિરાગ એ પહેલ ને ફોરહેડ કિસ કરી ને બાય કહ્યું. અને ચહેલપહેલ કરતી પહેલ ચૂપચાપ થઈ ગઈ.કેવી રીતે આજે નાચતી ગાતી હતી.ચિરાગ ના મનપસંદ ઉત્તપમ બનાવ્યા હતા. લેહરાતા વાળ અને ચિરાગ એ સૌથી પેલા આપેલી ગિફ્ટ વાળું ટી શર્ટ, સિલ્વર ઝૂમખાં અને હલકી કાજળ, ચેરી લિપબામ અને જાસ્મીન પર્ફ્યુમ. પણ ચિરાગ ની નજર એ બધું જ નજરઅંદાજ કર્યું હતું! સવારે જાગી ત્યારથી કેટલી ઉત્સાહિત હતી, આજે એની ૫ મી એનીવર્સરી હતી. કેટલું વિચારી