શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૧૩

(21)
  • 2.7k
  • 1.2k

‘મૈસુરુમાં આપણે શું કરીશું?’, નીરજે શ્વેતાની સામે જોયું. નીરજ અને શ્વેતા, એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલ પર બેંગલોરની ફ્લાઇટની પ્રતીક્ષામાં ટર્મિનલના ડાબી તરફના ખૂણામાં આવેલ કોફી સ્ટોરમાં બેઠેલા. નીરજે તેની પસંદીદા અમેરીકન કોફી અને શ્વેતાએ બ્લેક કોફી લીધેલી. બે જણા જ બેસી શકે તેવા ટેબલની ગોઠવણ કરેલી ત્યાં જ તેઓએ બેસવા માટેની પસંદગી ઉતારેલી. ‘ત્યાં જઇને જણાવીશ?’, શ્વેતાએ કોફીનો પ્યાલો ઉઠાવ્યો. ‘ના, આ વખતે મારે જાણવું છે…’, નીરજે શ્વેતાના હાથમાંથી પ્યાલો ઝૂંટવીને પાછો ટેબલ પર મૂક્યો, ‘અહીં આટલી ભાગદોડ, મારઝૂડ થઇ તો પણ મેં કોઇ દિવસ પૂછ્યું નથી કે આ બધું શા માટે? ફક્ત તારા