(પ્રકરણ ત્રણ) બાથરૂમમાં થી ફ્રેશ થઈને શર્લી બહાર આવી અને સુવા માટે પોતાના પલંગ પર જવાની તૈયારી કરી ત્યાંજ પલંગની બરાબર સામે આવેલ દિવાલ પર તેની નજર પડી અને તે ચોંકી ઉઠી. ત્યાં લાલ કલરના લોહી જેવા રંગથી એક નાનકડુ ચિત્ર દોરેલુ હતુ..અને ચિત્રમા જાણે કોઇ વ્યક્તિ પહાડની ટોચ પરથી નિચે પડી રહી હોય તેવુ દર્શાવાયુ હતુ. અને તે ચિત્રની નિચે લખ્યુ હતુ….. - શર્લી….! જીવતી રહેવા માગતી હોય તો આ ફિલ્મ છોડી ને ચાલી જા શર્લી ગભરાઈ ઉઠી..તેણે એક બહાવરી નજર આખાયે