પ્રિંસેસ નિયાબી - ભાગ 24

(20)
  • 4.2k
  • 1
  • 1.8k

માતંગી: રાજકુમારી કરમણએ રાયગઢનો એક મોટો વિસ્તાર છે. અહીંના લોકો પૈસાથી ખૂબ સમૃદ્ધ છે. દરેક પ્રકારની સુખ સુવિધાઓ અહીં છે. આજુબાજુના મોટા નાના ખેડૂતો પોતાનો સામાન અહીં વેચવા આવતા છે. એવું કહી શકાય કે કરમણએ રાયગઢની આર્થિક રાજધાની છે.અગીલા: તો માતંગી એનો મતલબ એ થયો કે કરમણએ રાયગઢને વસ્તુઓ પુરી પડવાનું પણ કામ કરે છે?માતંગી: હા અગીલા એવું જ. ઓનીર: સરસ તો ચાલો આપણે જોઈએ કે અહીંના લોકો, કામ, પરિસ્થિતિઓ કેવી છે?બધા સાથે મોટું બજાર ભરાતું હતું ત્યાં ગયા. ત્યાં ઘણા બધા મોટા વેપારીઓ ખેડૂતો પાસે થી એમનું અનાજ, સામગ્રી ખરીદી રહ્યા હતા. ત્યાં અનાજના અલગ અલગ ભાવના આવજો સંભળાતા હતા.