યોગ-વિયોગ - 3

(886)
  • 63.4k
  • 35
  • 42.1k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૩ “હલો.. ” એમણે કહ્યું અને સામેથી જવાબ આવે ત્યાં સુધીમાં તો એમનું હૃદય બમણી ઝડપે ધડકી રહ્યું. લોહી નસોમાં જે વેગથી ફરવા લાગ્યું હતું, એનાથી એમને લાગ્યું કે હવે લોહી નસો ફાડીને ફર્શ પર વહેવા લાગશે. વૈભવી પોતાના કમરામાંથી બહાર નીકળીને સીડી પર આવીને ઊભી. જાનકી પણ પોતાના રૂમમાંથી નીકળીને દરવાજે આવીને ઊભી. અજય ઊભો તો ન થયો પણ એનું સમગ્ર અસ્તિત્વ ફોનની બાજુમાં જઈને ઊભું હતું. “હલો... ” વસુમાએ ફરી જોરથી બૂમ પાડી અને બધા સામેથી આવનારા જવાબની રાહ જોઈ રહ્યા. ‘હેલ્લે મા...’ અલય હતો. ‘‘અલય !’’ વસુમાએ કહ્યું અને સૌ પોતપોતાના