પ્રતિશોધ પ્રથમ અંક - 5

(202)
  • 7.6k
  • 7
  • 4.8k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:5 ઓક્ટોબર 2001 મયાંગ, અસમ પોતાનાં દાદાએ સોંપેલું કાર્ય સિદ્ધ કરીને સૂર્યા જ્યારે પોતાનાં ઘરે પહોંચ્યો ત્યારે એનાં દાદા ઘરની અંદર સ્થાપિત માં કાળીનાં મંદિર આગળ બેસીને પૂજા કરી રહ્યાં હતાં. "તું આવી ગયો દીકરા?" સૂર્યાના પગરવનો અવાજ સાંભળી શંકરનાથે કહ્યું. સૂર્યાને એ વાતનું આશ્ચર્ય થયું કે એનાં દાદાની આંખો હજુ બંધ છે છતાં પોતાનાં આગમનની જાણ એમને કેમની થઈ? "જા, તું તારાં રૂમમાં જઈને સુઈ જા..વધુ વાતો સવારે કરીશું." સૂર્યા જંગલમાં શું થયું એ વિશે પોતાનાં દાદાને જણાવવા ઉત્સુક હતો પણ શંકરનાથના આ શબ્દો સાંભળી એ કોઈ જાતનો વિરોધ કર્યાં વિનાં પોતાનાં રૂમમાં જઈને સુઈ ગયો.