બે આત્માનું મિલન

(27)
  • 2.5k
  • 1
  • 763

આજ એક એવા પ્રેમી પંખીડાની વાત કરવા જઈ રહી છું જે ખરેખર બે આત્માઓનું મિલન છે.. સાચો પ્રેમ કોને કહેવાય તેના વિશે હું પ્રથમવાર love story લખવાં જઈ રહી છું. આશા રાખું છું કે આપ સૌ ને જરૂર ગમશે.. સુરજ અને જાનવી ધોરણ 11થી એકજ શાળામાં ભણી રહ્યા હતા. ધોરણ 11એટલે લગભગ 17 વર્ષની ઉંમર.. આ ઉંમરમાં આકર્ષણને પ્રેમનું નામ અપાય જાય એ સહજ છે.. સુરજને જાનવી પહેલી નજર માં જ ગમી ગયેલી. તે દિલથી જાનવીને પસંદ કરતો. જાનવી પણ ભણવામાં હોશિયાર હતી સ્કૂલની દરેક સ્પર્ધામાં ભાગ લેતી હતી.