ક્લિનચીટ - 9

(26)
  • 3.2k
  • 4
  • 1.6k

પ્રકરણ – નવમું/૯રાત્રે ૯:૧૦ વાગ્યે શેખર એ ડોકટર અવિનાશને એ કોલ જોડ્યો.ડોકટર અવિનાશે કહ્યું, ‘હેલ્લો’ સર, હું શેખર શર્મા.’ પ્લીઝ શેખર હોલ્ડ ઓન ફોર જસ્ટ ફયુ મિનીટ્સ 'ઇટ્સ ઓ.કે. સર.’થોડીવાર પછી...‘હા, હવે બોલો શેખર.’‘સોરી સર આ સમયે આપને ડીસટર્બ કરી રહ્યો છું. ‘આટલું બોલીને શેખર એ આલોકના આજે કરેલા કારસ્તાનની જાણકારી આપી. એ સાંભળ્યા પછી ડો. અવિનાશ બોલ્યા, ‘હમ્મ્મ્મ આટલા શોર્ટ ટાઈમમાં આલોકનું મેન્ટલી રીએકશન આટલું ઝડપથી બૂસ્ટ થઇ જશે તેની મને કલ્પના નહતી. બીજી કોઈ વાયલંસ એક્ટીવીટી કરી છે તેણે ? ગુસ્સા કરવો ? કોઈના પર હાથ ઉપાડવો ? અથવા કોઈ ચીજ તોડવી કે ફેંકવી ?’ ‘ના સર, એવી તો કોઈ હરકત નથી કરી.’ ‘ઠીક છે