ચણોઠીનાં વન એટલે જીવન - 11

  • 2.6k
  • 1.1k

ચણોઠીનાં વન એટલે જીવન પ્રકરણ 11 વિજય શાહ રડારોળ કરવાનો સમય નહોંતો. ધાર્યુ ના હોય છતા જે થતું હોય તેને પ્રભુ ઇચ્છા કહી સ્વિકારવામાં જ બુધ્ધીમાની એમ જ્વલંતે પોતાની જાતને વાળી લીધી પણ હીના એમ ના માની શકી. મારો દીપ ભોળો છે કહી તેનું રુદન ચાલુંજ રહ્યુ. સંવેદન ૩૩ નવો નંબર દીપે આપ્યો નથી. શરુ શરુમાં તો હીનાને દીપ બહું જ યાદ આવતો હતો.પણ જ્યારે સાંભળ્યુ કે તે બાપ બનવાનો છે ત્યારે તો તે હરખની મારી ફોન લગાડવા ગઈ ત્યારે નક્કર વાસ્તવિકતા તેની સંવેદનશીલતા ને અથડાઈ. ફોન નંબર બદલાઇ ગયો હતો અને નવો નંબર તો હતો નહીં. તેના માતૃહ્રદયને ભારે