HELP - 2

  • 3.5k
  • 1.3k

પ્રકરણ 2 વિચિત્ર અનુભવ પંખો ચાલુ હોવા છતાં બેલા નું આખું શરીર પરસેવાથી રેબઝેબ હતું. રેસ ના ખેલાડી ની માફક તેના શ્વાસ ફૂલી રહ્યા હતા. રાત્રે બંધ કરેલી બારીઓ પવનના જોરદાર આઘાત સાથે ઉઘડી ગઈ. એ જ સમયે ડંકા ઘડિયાળમાં એક નો ડંકો સંભળાયો. આખા શરીરને ઉપરથી નીચે કોઈએ જકડી રાખ્યું હોય તેવું બેલાને લાગ્યું. તેણે પોતાનો પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ ! તે પથારી સાથે જ સિવાય ગયા હતા. છાતી પરનું દબાણ એકદમ વધી ગયું જાણે કોઈ મણનો પથ્થર ના મુકાયો હોય !ચીસ પાડવા હોઠ ખોલ્યા પણ કશો અવાજ ના નીકળ્યો. હાથ-પગની આંગળીઓ, આંખની કીકી, ભમર બધું