યોગ-વિયોગ - 2

(654)
  • 68.2k
  • 40
  • 50.5k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ - ૨ વિલે પાર્લે સ્ટેશનની પાસે લીલાછમ બગીચાની વચ્ચોવચ આવેલા ‘શ્રીજી વિલા’ની સવાર આજે બહુ સારી નહોતી જ પડી. વૈભવી જે બોલી એનાથી અલય અને અજય નાસ્તો કર્યા વિના જ પોતપોતાના રસ્તે પડી ગયા. લજ્જા ખાધું-ન ખાધું કરીને બહાર નીકળી ગઈ. આદિત્યે દાદીમાની માફી તો માગી પણ, આ આખીય ઘટનામાં એનું ય દિલ દુભાયા વિના નહોતું રહ્યું... અને, સૌથી વધારે દિલ દુભાયું હતું વસુમાનું. આટલાં વરસો એમણે કદીય પોતાનો વિચાર જ નહોતો કર્યો. આ ઘર, આ કુટુંબ અને બાળકો માટે જ જીવ્યા હતા એ. એમને શું ગમે છે અથવા એમને શું જોઈએ છે, એવું વિચારવાનો