ધરતી પરના ભગવાન

(30)
  • 4.6k
  • 2
  • 1.1k

કહેવાય છે ને,જીવનમાં માતા-પિતા ને ભગવાન ની સમાન ગણવામાં આવ્યા છેં. શાયદ ભગવાન આખી દુનિયામાં પુરે પુરી નજર નઈ રાખી શક્યો હોય ,એટલે જ તેને આ ધરતી પર માતા-પિતા ની અદભુત રચના કરી હશે. કેમ કે એક માતા-પિતા જ છે બાળક ને નિશ્ચાથૅ પ્રેમ કરે છે. બાળકને જન્મ આપીને ખાલી માતા પિતા પોતાની ફરજ નથી પુરી કરી દેતા ,પણ જ્યા સુધી બાળક સમજે નહી પોતે કઇક બની ના જાય ત્યા સુધી માતાાપિતા બાળક નો હાથ નથી છોડતા.